CAA: ઉપદ્રવીઓ પર કાર્યવાહી શરૂ, લખનઉમાંથી 218, મેરઠથી 102 જ્યારે દરિયાગંજ મામલે 15ની ધરપકડ
દરિયાગંજ હિંસા મામલે પકડાયેલા આ 15 લોકોમાંથી મોટાભાગના સીલમપુર અને જાફરાબાદના છે. આ લોકો દરિયાગંજ વિસ્તારમાં ઉપદ્રવ ફેલાવવાના ઈરાદે પહોંચ્યા હતાં. જ્યારે સીમાપુરમાં અટકાયતમાં લેવાયેલા 5 લોકો ગાઝિયાબાદના શહીદનગરના છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ દિલ્હી (Delhi) ના દરિયાગંજમાં શુક્રવારે થયેલા હિંસક પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે આજે 15 લોકોની ધરપકડ કરી છે. આ બધા વિરુદ્ધ શાંતિ ભંગ કરવાનો, રમખાણો ફેલાવવાનો કેસ નોંધાયો છે. તમામ આરોપીઓને આજે જ બપોરે 2 વાગે તીસ હજારી કોર્ટમાં હાજર કરાશે. આ લોકોએ શુક્રવારે દરિયાગંજ ડીસીપી પોલીસની ઓફિસ બહાર ઉભેલી ગાડીમાં આગ લગાવી હતી. ત્યારબાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અનેક ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ બાજુ યુપી (UP) માં પણ ઉપદ્રવ મચાવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ડીજીપીને કડકાઈથી કાયદો વ્યવસ્થા જાળવવાના નિર્દેશ આપ્યાં અને ત્યારબાદ સીએમ યોગીએ હિંસાની ઘટનાઓને લઈને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરીને ચર્ચા પણ કરી.
UPમાં યોગી સરકાર આકરા પાણીએ, 12 ઉપદ્રવીઓની ઓળખ કરીને પૈસા ભરવાની નોટિસ ફટકારી
એવું કહેવાય છે કે આ 15 લોકોમાંથી મોટાભાગના સીલમપુર અને જાફરાબાદના છે. આ લોકો દરિયાગંજ વિસ્તારમાં ઉપદ્રવ ફેલાવવાના ઈરાદે પહોંચ્યા હતાં. જ્યારે સીમાપુરમાં અટકાયતમાં લેવાયેલા 5 લોકો ગાઝિયાબાદના શહીદનગરના છે. જે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં માહોલ ખરાબ કરવા માટે પહોંચ્યા હતાં. શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદ બહાર પણ નાગરિકતા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનકારીઓએ જુમ્માની નમાઝ બાદ જંતર મંતર સુધી માર્ચ કાઢવા માંગતા હતાં. પરંતુ પોલીસે દિલ્હી ગેટ પર જ રોકી લીધા. સાંજે પ્રદર્શનકારીઓએ ડીસીપી ઓફિસ બહાર ઉપદ્રવ મચાવ્યો હતો.
બિહાર બંધના નામે RJDની ધમાલ-તોડફોડ, BJPએ કહ્યું-જંગલરાજ લાવવા માંગે છે
યુપીમાં પણ અનેક લોકોની ધરપકડ
મેરઠ રેન્જના આઈજી આલોક સિંહના જણાવ્યાં મુજબ સમગ્ર મેરઠ રેન્જમાં 102 લોકોની ધરપકડ કરાઈ છે. શુક્રવારે સાંજે થયેલી હિંસામાં 35 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મેરઠ રેન્જમાં હિંસા દરમિયાન 2 લોકોના મોત થયા છે. 2 લોકો લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. યુપીના ડીજીપી ઓ પી સિંહે કહ્યું કે જેમણે પણ હિંસા ફેલાઈ છે તેમને છોડવામાં આવશે નહીં. મેરઠમાં થયેલી હિંસામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
દિલ્હી: પોલીસે અટકાયતમાં લીધેલા 40 પ્રદર્શનકારીઓને છોડી મૂક્યા, ભીમ આર્મી ચીફની અટકાયત
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....